૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૩-૨૪ ફોર્મ

અખબારીયાદી રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૩-૨૪માં જોડાવાની ઉમદા તક ગુજરાત રાજય સરકારના રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના કમિશ્નર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા સંચાલિત ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલી:૨૦૨૩-૨૪નું આયોજન હાથ ધરવામાં આવનાર છે.રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી , બિનવિદ્યાર્થી યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્રારા સાગરખેડુ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ખર્ચે ૧૦ (દસ) દિવસનો સાગરખેડુ સાયકલ રેલી :૨૦૨૩-૨૪ આગામી ફેબ્રુઆરી માસમાં ગીર સોમનાથ ખાતે યોજવામાં આવનાર છે. જેમા રાજ્યના પસંદ થયેલ યુવક – યુવતિઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિઅને જીવનશૈલીને નજીકથી જાણવા ર સ ધરાવતા ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવ...