૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૩-૨૪ ફોર્મ

અખબારીયાદી

રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૩-૨૪માં જોડાવાની ઉમદા તક

ગુજરાત રાજય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના  કમિશ્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા સંચાલિત ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલી:૨૦૨૩-૨૪નું આયોજન હાથ ધરવામાં આવનાર છે.રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્રારા સાગરખેડુ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ  છે.

રાજ્ય સરકારના ખર્ચે ૧૦ (દસ) દિવસનો સાગરખેડુ સાયકલ રેલી :૨૦૨૩-૨૪ આગામી ફેબ્રુઆરી માસમાં ગીર સોમનાથ  ખાતે યોજવામાં  આવનાર છે. જેમા રાજ્યના પસંદ થયેલ યુવક – યુવતિઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

        સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિઅને જીવનશૈલીને નજીકથી જાણવા સ ધરાવતા ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતાવિદ્યાર્થીઓ/બિન વિદ્યાર્થીઓ કે જેઓ સાગરખેડુ સાયકલ રેલીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા યુવક-યુવતીઓએ નિયત નમૂના અરજી પત્રક અને સ્પર્ધાના નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ - dydobvr.blogspot.com પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી તેમાં પોતાનું પુરૂંનામ,સરનામું,મોબાઇલ નંબર,જન્મ તારીખ,શૈક્ષણિક લાયકાત,વ્યવસાય,વાલીનું સંમતિ પત્રક,તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,શારીરિક તંદુરસ્તિ અંગેનું ડૉક્ટરનું પ્રમાણપત્ર, રમત ગમત પ્રવૃતિ,પર્વતારોહણ તેમજ NCC, NSS કે અન્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો  હોય તો, તે અંગેનું પ્રમાણપત્ર વગેરે સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જોડી બારોબાર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ મુ. ઇણાજ તા. વેરાવળ જિ.ગીર સોમનાથ ખાતે તા:- ૩૧/૦૧/૨૦૨૪ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતિઓને પત્ર / મોબાઈલ / E-mail દ્રારા જાણ કરવામાં આવશે.




 

Comments

Popular posts from this blog

ભાવનગર જિલ્લા ખાતે ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનો બિનનિવાસી પર્વતારોહણ તાલીમ અરજી ફોર્મ