સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબીર અરજી ફોર્મ

 વેરાવળ ખાતે સંભવિત ફેબ્રુઆરી -૨૦૨૪ માં યોજાનાર

સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબીરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓને તક.

 

         ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ચુનંદા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા રૂપે કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે.  

        ચાલુ વર્ષે સંભવિત ફેબ્રુઆરી-૨૦૨૪ના અનુકૂળ ૧૦ દિવસ દરમ્યાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબીર યોજવાનું નક્કી કરેલ છે. તો આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓ કે જેમની ઉમર તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસિક રીતે તંદુરસ્ત હોય તેમજ સામાન્ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને નિયત નમૂનાનું અરજી ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી ડાઉનલોન કરી જરૂરી માહિતી ભરી  તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં-૩૧૩, ૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ તા.વેરાવળ જી.ગીર સોમનાથ - ૩૬૨૨૬૫  ખાતે બારોબાર મોકલી આપવાની રહેશે. શિબીર માટે પસંદગી કરતાં પહેલા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટીમાંથી ઉતિર્ણ થનાર ૨૫ યુવક યુવતીઓની શિબીર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા-જવાનું પ્રવાસ ખર્ચ (સાદી એસ.ટી.બસ)નું ભાડુ, નિવાસ, ભોજન આપવામાં આવશે.





Comments

Popular posts from this blog

ભાવનગર જિલ્લા ખાતે ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનો બિનનિવાસી પર્વતારોહણ તાલીમ અરજી ફોર્મ