ભાવનગર શહેર મહાનગરપાલિકાકક્ષા અને ગ્રામ્ય જિલ્લાકક્ષા કલામહાકુંભ ૨૦૨૫-૨૬ સ્પર્ધાના વિજેતા કલાકાર રોકડ પુરસ્કાર ફોર્મ

 Ø   કલા મહાકુંભ૨૦૨૫-૨૬ ભાવનગર (શહેર) મહાનગરપાલિકાકક્ષા અને ભાવનગર (ગ્રામ્ય) જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમદ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર કલાકાર / ટીમે પોતાના રોકડ પુરસ્કાર ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ભાવનગરના બ્લોગ એડ્રેસ:  dydobvr.blogspot.com પરથી મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી તેની સાથે પાસબુકની ઝેરોક્ષ અથવા તો કેન્સલ ચેક સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, બહુમાળી ભવન, ભાવનગર-૩૬૪૦૦૧ ખાતે તાત્કાલિક મોકલી આપવાના રહેશે અને પ્રથમ ક્રમે વિજેતા થયેલ કલાકાર / ટીમએ જ સાથે સહાયકના પણ રોકડ પુરસ્કાર ફોર્મ અચૂકપણે ભરવાના રહેશે. 

  અને ખાસ જે ઈવેન્ટમાં ત્રણ કલાકાર / ટિમ વિજેતા હોય તેઓએ જ રોકડ પુરસ્કારના ફોર્મ ભરવાના રહેશે. જે સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય નંબરે વિજેતા થયા હોય તેઓએ રોકડ પુરસ્કારના ફોર્મ ભરવા નહીં. 





Comments