ભાવનગર શહેર - કલા મહાકુંભ ૨૦૨૫ સ્પર્ધા ફોર્મ

 કલા મહાકુંભ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૫

                                ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ભાવનગર શહેર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું ઝોનકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફલાઈન) ફોર્મ ભરવાની તા.૨૦/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૭/૨૦૨૫ છે. આ વર્ષે  કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ (૦૧-૦૧-૨૦૧૨ થી ૩૧-૧૨-૨૦૧૯ વચ્ચે જન્મેલા), ૧૫ થી ૨૦ વર્ષ (૦૧-૦૧-૨૦૦૬ થી ૩૧-૧૨-૨૦૧૧ વચ્ચે જન્મેલા), ૨૧ થી ૫૯ વર્ષ (૦૧-૦૧-૧૯૬૭ થી ૩૧-૧૨-૨૦૦૫ વચ્ચે જન્મેલા) અને ૬૦ વર્ષથી ઉપર(૩૧-૧૨-૧૯૬૬ પહેલા જન્મેલા) ના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં ઝોનકક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી મહાનગરપાલિકાકક્ષાએથી શરૂ થતી ૦૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓરગન તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં પખવાજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણહથ્થો, વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા કે ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે ઝોનકક્ષાએથી ઝોન કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે ઝોન વિસ્તારના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે ઝોન વિસ્તારનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. (૧)ઝોન નંબર- ૧ ના સ્પર્ધક કલાકારોએ બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ, ભાવનગર ખાતે કન્વીનરશ્રી તુષારભાઈ જોષી (૨)ઝોન નંબર ૨ ના સ્પર્ધક કલાકારોએ શ્રીમતિ એમ.એસ.લખાણી કન્યા વિદ્યાલય, કાળિયાબીડ, ભાવનગર ખાતે કન્વીનરશ્રી તુષારભાઈ રાજ્યગુરૂ (૩)ઝોન નંબર- ૩ ના સ્પર્ધક કલાકારોએ દક્ષિણામુર્તિ વિનય મંદિર, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે કન્વીનરશ્રી નિલયભાઈ પરમાર (૪)ઝોન નંબર- ૪ ના સ્પર્ધક કલાકારોએ સેન્ટ ઝેવિયર્સ, જેલ રોડ, ભાવનગર ખાતે કન્વીનરશ્રી શિવભદ્રસિંહ ચૌહાણ (૫)ઝોન નંબર- ૫ ના સ્પર્ધક કલાકારોએ નૈમિશારણ્ય સ્કૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે કન્વીનરશ્રી શરદભાઈ ગોહેલ (૬)ઝોન નંબર- ૬ ના સ્પર્ધક કલાકારોએ શ્રી ધનેશ મહેતા હાઈસ્કૂલ, ક્રેસંટ, ભાવનગર ખાતે કન્વીનરશ્રી સમીરખાન પઠાણ (૭)ઝોન નંબર- ૭ ના સ્પર્ધક કલાકારોએ શ્રી વિદ્યાવિહાર હાઈસ્કૂલ, દેસાઈનગર, ભાવનગર ખાતે કન્વીનરશ્રી વિપુલભાઈ કાછડીયા (૮)ઝોન નંબર- ૮ ના સ્પર્ધક કલાકારોએ શ્રી આશુતોષ વિદ્યાલય, ભાવનગર ખાતે કન્વીનરશ્રી યશભાઈ ચાવડા (૯)ઝોન નંબર- ૯ ના સ્પર્ધક કલાકારોએ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, ફુલસર, ભાવનગર ખાતે કન્વીનરશ્રી ભાવેશભાઈ ભટ્ટને અરજીફોર્મ જમાં કરાવવાના રહેશે. આમ કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogpost.com પરથી અને જે તે ઝોન કન્વીનરશ્રી પાસેથી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતેથી મેળવી શકાશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.























Comments