ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય ખાતે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે
“ ભાવનગર શહેર અને
ભાવનગર ગ્રામ્ય ખાતે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે.“
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, ભાવનગર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું
આયોજન આગામી માસ (ઓક્ટોબર-૨૪)માં કરવામાં આવનાર છે જેમાં ૬ થી ૧૪ વર્ષની વય ધરાવતા
ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારના બાળકો ભાગ લઈ શકશે.
આ વર્કશોપમાં
વિદ્યાર્થીઓને ચિત્રકામ માટે જરૂરી સાધનો જેવા કે ડ્રોઈંગ પેપર, પેન્સિલ, રબ્બર, કલર બોક્ષ જેવી
સામગ્રી અત્રેની કચેરી દ્વારા પૂરી પાડવામાં આવશે. નિયત નમૂના અરજી પત્રક કચેરીના બ્લોગ
એડ્રેસ - dydobvr.blogspot.com પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને સુવાચ્ય અક્ષરમાં ભરી તેની
સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકનું આચાર્યશ્રીના સહી સિક્કા સાથેનું પ્રમાણીત કરેલ
ફોટા સાથેનું બોનોફાઇડ સર્ટિફિકેટ અને રહેઠાણના પુરાવા સાથે તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં
અત્રેની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર ખાતે તમામ માહિતી સાથે અરજી પત્રક પહોંચતું કરવાનું રહેશે.
બાળકોનું લિસ્ટ અને તારીખ ક્યારે જાહેર થાશે?
ReplyDeleteList jaher kare to j khyal aavashe
ReplyDelete