અનુ. જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વનવિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે ફોર્મ મોકલવા બાબત

 

અખબારી યાદી

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠળની

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત

‘‘ ૧૫ થી ૩૫ વર્ષના અનુ.સુચિત જાતિનાયુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ’’

 

        રાજયના ૧૫ થી ૩૫ વર્ષના અનુ.સુચિત જાતિના યુવક- યુવતીઓ માટે નૈસર્ગિક દર્શન દ્વારા વન્ય પશુ-પક્ષીઓ વૃક્ષો, પહાડો, ખડક, ઝરણા, કોતરો, વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકૃતિ પ્રતયે પ્રેમ ભાવ વિકસે તે હેતુ રાજય સરકાર દ્વારા ૧૦ દિવસના વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

        ‘‘ ૧૫ થી ૩૫ વર્ષનાઅનુ.સુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ’’ અન્વયે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૦૨૪ માં ગીર સોમનાથ ખાતે આયોજીત થનાર આ કાર્યક્રમમાં પસંદગી પામેલ ૧૦૦ યુવક યુવતિઓને ૧૦ દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.

        જે યુવક- યુવતિઓ તા. ૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદનરૂમ નં ૩૧૩,૩૧૪ બીજો માળ મુ. ઇણાજ તા. વેરાવળ જિ. ગીર સોમનાથને તા.૦૫/૦૯/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે.

૧.      પુરૂ નામ/ સરનામું (આધાર કાર્ડ, રાજય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ દ્વારા અપાયેલ ફોટો        સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ / લાઇટ બીલ    / ગેસ બીલ / ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી.

૨.      જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર/ શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ બિનચૂક        સામેલ કરવી)

૩.      શૈક્ષણિક લાયકાત/ વ્યવસાય અંગેની માહિતી.

૪.      પર્વતારોહણ, એન.સી.સી , એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમત ગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત

૫.      વાલીની સંમતી પત્ર

૬.      શારિરીક તદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર

૭.      તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં     આવે છે.

આ વનવિસ્તાર પરિભ્રમણ શિબીરમાં પસંદગી પામેલ યુવક- યુવતીને કાર્યક્રમની ટેલીફોનથી જાણ કરવામાં આવશે.





Comments

Popular posts from this blog

ભાવનગર જિલ્લા ખાતે ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનો બિનનિવાસી પર્વતારોહણ તાલીમ અરજી ફોર્મ