ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૪ - ૨૫ યોજાશે . પ્રવેશપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ- ૧૦-૦૯-૨૦૨૪ સુધી રહેશે. રમત ગમત , યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર , યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી , ભાવનગર શહેર/ગ્રામ્ય સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા (પ્રાચીન ગરબા , અર્વાચીન ગરબા અને રાસ)નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dydobvr.blogspot.com પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી , જી-૧/૨ , એનેક્ષી બિલ્ડીંગ , ...