રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનકક્ષા સાહસિક પ્રવૃતિઓની તાલીમ શિબિર

 અખબારી યાદી

રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનકક્ષા સાહસિક પ્રવૃતિઓની તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત

 

                  ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા અને રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી સંચાલિત સૌરાષ્ટ્ર ઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક/યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સાહસિક અને તેઓનામા રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી/કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે તાલીમ શિબીરનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવનાર છે. આ શિબીરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસભાડું સરકારશ્રી દ્વારા આપવામાં આવશે.

        આ શિબીરમાં ભાગ લેવા માંગતા ભાવનગર જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક/યુવતીઓ કચેરીના બ્લોગ એડ્રેસ : dydobvr.blogspot.com પરથી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી માહિતી ભરી તા.૦૮-૦૭-૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભાવન, ભાવનગર ખાતે પહોચતી કરવાની રહેશે.







Comments