રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનકક્ષા સાહસિક પ્રવૃતિઓની તાલીમ શિબિર
.jpg)
અખબારી યાદી રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનકક્ષા સાહસિક પ્રવૃતિઓની તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત ગુજરાત સરકારશ્રીના રમત ગમત , યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ , ગાંધીનગર દ્વારા અને રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી સંચાલિત સૌરાષ્ટ્ર ઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક/યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સાહસિક અને તેઓનામા રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર , વાવાઝોડું , આગ , ભૂકંપ જેવી કુદરતી/કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે તાલીમ શિબીરનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવનાર છે. આ શિબીરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા , જમવા અને પ્રવાસભાડું સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ શિબીરમાં ભાગ લેવા માંગતા ભાવનગર જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ય...