અખબાર યાદી ભાવનગર જિલ્લા ખાતે ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનો બિનનિવાસી પર્વતારોહણ તાલીમનું આયોજન થશે. રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , ગાંધીનગર કચેરી દ્વારા અને ભાવનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર જીલ્લામાં ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને તેમનામા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી , બિનવિદ્યાર્થી યુવક- યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનું પર્વતારોહણ કેમ્પનું આયોજન થનાર છે. એન.સી.સી. , રમત ગમત , સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ કેમ્પમાં શિબિરાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ સાથે ભોજ...