ભાવનગર જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ – ૦૫/૦૮/૨૦૨૪ રહેશે. રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર , યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ , ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ભાવનગર સંચાલિત ભાવનગર જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ – ૦૫/૦૮/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , જી-૧/૨ , એનેક્ષી બિલ્ડીંગ , બહુમાળી ભવન , ભાવનગરના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરીને પ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય , સમૂહગીત , લગ્નગીત , લોકગીત , એકપાત્રીય અભિનય , વકતૃત્વ , ભજન , લોકવાર્તા , લોકવાદ્ય સંગીત , નિબંધલેખન , ચિત્રકલા , સર્જનાત્મક કારીગરી , દોહા-છંદ-ચોપાઈ ની સ્પર્ધા યોજાશે. ...