કલા મહાકુંભ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૫ ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર ની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની તા.૨૦/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૭/૨૦૨૫ છે . આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ (૦૧-૦૧-૨૦૧૨ થી ૩૧-૧૨-૨૦૧૯ વચ્ચે જન્મેલા) , ૧૫ થી ૨૦ વર્ષ (૦૧-૦૧-૨૦૦૬ થી ૩૧-૧૨-૨૦૧૧ વચ્ચે જન્મેલા) , ૨૧ થી ૫૯ વર્ષ (૦૧-૦૧-૧૯૬૭ થી ૩૧-૧૨-૨૦૦૫ વચ્ચે જન્મેલા) અને ૬૦ વર્ષથી ઉપર(૩૧-૧૨-૧૯૬૬ પહેલા જન્મેલા) ના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહગીત, લ...